જયારે કોંગ્રેસી કાર્યકરે રાહુલ સમક્ષ પૂરગ્રસ્ત ગ્રામજનોને પોતાની ફરિયાદ જણાવવા કહ્યું

પાલનપૂર, દેશગુજરાત: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બનાસકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન શનિવારે પાલનપુરમાં એક નાના કાર્યક્રમમાં એક કોંગ્રેસી કાર્યકરે ગ્રામવાસીઓને રાજ્ય સરકાર સામે માઈકમાં ફરિયાદ કરવાનું કહ્યું ત્યારે તે ગામના એક વ્યક્તિએ ઉભા થઈને રાજ્ય સરકારના વખાણ કરવાનું શરુ કરી દીધું હતું. એ વ્યક્તિએ કહ્યું કે, પૂર બાદની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા જે કાંઈ વસ્તુ કે સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે તેનાથી તે તદ્દન સંતુષ્ટ છે. અમને ગુજરાત સરકાર તરફથી બધી સહાય મળી ગઈ છે અને આજે ફરી અમને ગુજરાત સરકારે સહાય પૂરી પાડી છે, અમને આજ સુધીમાં કોઈ તકલીફ પડી નથી. તે વ્યક્તિની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત ગ્રામજનોમાંથી 2-3 વ્યક્તિઓએ અચાનક મોદી…મોદી…ના નારા લગાવવાનું શરુ કરી દીધું હતું. અહી અટેચ કરવામાં આવેલી વિડીયો ક્લીપમાં તે સમગ્ર ઘટના દર્શાવવામાં આવી છે.

 

 

error: Content is protected !!