જ્યારે પત્રકારે રાહુલ ગાંધીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયેલા કોંગ્રેસ ધારાસભ્યો વિશે પૂછ્યું

અમદાવાદ, દેશગુજરાત: ઉત્તર ગુજરાતના સૌથી ખરાબ રીતે પૂર અસરગ્રસ્ત થયેલા બનાસકાંઠા જીલ્લામાંથી ચૂંટાયેલા છ ધારાસભ્યો છેલ્લા એક સપ્તાહથી તેમના મતવિસ્તારમાં નથી.

તેઓને પ્રથમ અમદાવાદની તાજ હોટેલમાં રાખવામાં આવ્યા હતા, જેથી તેઓ આગામી રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીમાં અકબંધ રહી શકે અને બાદમાં તેઓને બેંગ્લોરના ઈગલટન રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા.

ગઇકાલે રાજસ્થાનના પૂર ગ્રસ્ત વિસ્તારની મુલાકાત વખતે રાહુલ ગાંધીને મતવિસ્તારોમાંથી ગુમ થયેલા કોંગ્રેસી ધારાસભ્યો અંગે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ કેમેરા સામે કોઈપણ જવાબ આપ્યા વગર પોતાની કારમાં રવાના થઇ ગયા હતા.

બાદમાં ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારની સમગ્ર મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયા સાથે કોઈ વાત કરી ન હતી. પરંતુ એક બે પત્રકારોએ તક ઝડપી લઇને ગુમ થયેલા કોંગ્રેસના ધારાસભ્યો અંગે પૂછતા રાહુલ ગાંધીએ તેનો કોઇ જવાબ આપ્યો ન હતો.

રિપબ્લીક ટીવીની મહિલા રીપોર્ટરે સંઘર્ષ કરી કોઈપણ રીતે રાહુલનો સંપર્ક કર્યો ત્યારે તેણીને પ્રથમ બોફર્સ કૌભાંડ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે રાહુલે ઝડપથી જવાબ આપ્યો કે તેઓ આજે ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે આવ્યા છે. જે બાદ રીપોર્ટરે પૂરગ્રસ્ત મતવિસ્તારમાંથી ગુમ થયેલા કોંગ્રેસના ધારાસભ્યો અંગે રાહુલને પૂછ્યું તો ફરી એકવાર રાહુલે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં.

ઉલ્લેખનીય છે કે, 6 ધારાસભ્યોને બેંગ્લોરમાં રાખવામાં આવ્યા છે. પૂર અસરગ્રસ્ત તેઓના મતવિસ્તારથી તેઓ સેંકડો કિલોમીટર દૂર છે. તેમને ત્યાં એટલા માટે રખાયા છે કે તેઓ પક્ષ છોડી ન જાય અને 8 ઓગસ્ટે યોજનાર્રી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જ ઉમેદવારને મત આપે.

હાલમાં જ કોંગ્રેસ પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓના ધારાસભ્યો રક્ષાબંધનના તહેવારની ઉજવણી તેમના પરિવાર સાથે જ કરશે.

સામાન્ય લાગણી એ છે કે, કોંગ્રેસ તેના ધારાસભ્યો રાજ્ય સભા ચૂંટણીમાં કોંગ્રેસને જ મત આપે અને ધારાસભ્યો પોતાના પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરે તેવું તો ઇચ્છે છે, પરંતુ પાછલા સો વર્ષમાં આવેલા સૌથી ખરાબ પૂરનો સામનો કરનાર મતવિસ્તારના લોકોને મદદ કરવા માટે તેઓ મત વિસ્તારમાં રહે તેમાં કોંગ્રેસને કોઈ રસ નથી. આ જ કારણથી ગઇકાલે રાહુલ ગાંધીને કાળા વાવટા દેખાડવામાં આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર પણ થયા હતા. તો એકાદ વ્યક્તિએ ઉશ્કેરાટમાં આવીને ગાડી પર પથ્થર પણ મારી દીધો હતો.

error: Content is protected !!