તમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ છે? ગુજરાત કોંગ્રેસને ભાજપે પૂછ્યો પ્રશ્ન


અમદાવાદ: ગુજરાતના ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે એક પત્રકાર પરિષદ બોલાવીને કોંગ્રેસને આકરો સવાલ પૂછતાં કહ્યું કે, કોણ છે તમારા ગુજરાતનો મુખ્યમંત્રીનો ચહેરો, ભરતસિંહ કે શક્તિસિંહ તે જાહેર કરો. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

જ્યારે પત્રકારો દ્વારા ભૂપેન્દ્ર યાદવને ભાજપમાંથી ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી કોણ છે તે અંગે જવાબ આપતા ભૂપેન્દ્રસિંહે ફરીથી એ સ્પષ્ટ કર્યું હતું કે, જેની આગેવાનીમાં આ ચૂંટણી લડવામાં આવી રહી છે તેવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ જ રહેશે.

યાદવે કહ્યું હતું કે, રાહુલ ગાંધી જીવનમાં દિલ્હીમાં ક્યારેય મંદિર ગયા નહિં હોય. તેમના ઘરથી સાવ નજીકમાં જ અક્ષરધામ આવેલું છે તે ક્યારેય ગયા નહિં હોય, જ્યાં લાખો લોકો દર્શન કરવા આવે છે. ઘર પાસે જ કાત્યાયની દેવીનું મંદિર છે. નવરાત્રિમાં કે ક્યારેય પોતાના જીવનમાં રાહુલ ક્યારેય ત્યાં નહિં ગયા હોય.

અમે તો વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવા માંગીએ છીએ. ગુજરાતના આણંદ ખેડાના વિકાસના આંકડા તપાસો અને રાહુલ ગાંધી કે જ્યાંથી 4 પેઢીથી કોંગ્રેસ લડતી આવે છે તેનો વિકાસના સત્ય આંકડા રજૂ કરો. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ, પાવર, જાહેર મૂળભૂત સુવિધાઓ અને ખેતીના ક્ષેત્રની વાત કરતાં આંકડા રજૂ કરો. ઈમાનદારી પૂર્વક. અમે પણ જોવા માંગીએ છીએ કે આ પ્રાઈમ કોન્સ્ટિટ્યુઅન્સીનો કેવો વિકાસ થયો છે. અરે ત્યાં તો યોગી સરકારના આવ્યા પછી અમેઠીમાં કલેક્ટર ઓફિસનું ઉદ્દઘાટન પણ અમિત શાહે થોડાં સમય પહેલાં જ કર્યું.

તેમણે કહ્યું કે મંદિરોમાં જવું એ સારી વાત છે. લોકો પ્રસંગોપાત મંદિરમાં જતાં હોય છે. તેમાં કઈ નવું નથી. પણ રાહુલ ગાંધીની વાત કરીએ તો તે ચૂંટણીને લીધે જ ગુજરાતમાં મંદિરોની મુલાકાત લઈ રહ્યાં છે. તે તેમના જીવનમાં ક્યારેય દિલ્હીમાં કોઈ મંદિરમાં ગયા હશે કે કેમ તે અંગે શંકા છે.

આ પ્રસંગે તેમણે અમિતશાહ દ્વારા કરવામાં આવેલા ઘર ઘર પ્રચાર અંગેના આંકડા આપતા કહ્યું હતું કે રવિવારે સુધીમાં તે સીધાં જ 30,000 લોકોને મળ્યાં હતા જે લોકો શક્તિ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરે છે.

ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશમાંથી મુસ્લિમ ઉલેમાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા તે અંગેના પ્રશ્નનો જવાબ આપતા ભૂપેન્દ્રસિંહે કહ્યું હતું કે સમાચારપત્રોની આ ખબર જુઠી છે. પક્ષના પ્રચાર માટે ઉત્તર પ્રદેશમાંથી કોઈ ઉલેમાને બોલાવવામાં આવ્યા નથી. આ મામલે કોંગ્રેસ દ્વારા ટેબલ સ્ટોરી બનાવીને ફરતી કરવામાં આવી છે.

કોંગ્રેસને ગુજરાતમાં કઈં ગમાગમ પડી નહિં તેથી તેમણે ગુજરાતમાં સામ પિત્રોડાની નિમણૂંક કરી. સામ પિત્રોડાએ લોકોને તેમની મુશ્કેલીઓને ચૂંટણી ઢંઢેરામાં સ્થાન આપવામાં આવશે તેમ કહ્યું છે.

error: Content is protected !!