હંગામા કયું હૈ બરપા? અમર્ત્ય સેનની ડોકયુમેન્ટરીમાં ગુજરાત શબ્દ સેન્સર બોર્ડ કેમ મ્યુટ કરવા માંગે છે

અમદાવાદ, દેશગુજરાત: અમર્ત્ય સેનના જીવન પર ફિલ્મકાર સુમન ઘોષે એક ડોકયુમેન્ટરી બનાવી છે જેનું નામ છે ‘ધ આર્ગ્યુમેન્ટીવ ઇન્ડિયન’. સ્વાભાવિકપણે આ ડોકયુમેન્ટરી પણ અન્ય ફિલ્મોની જેમ સેન્સર બોર્ડ પાસે સર્ટીફીકેટ મેળવવા ગઈ. સેન્સર બોર્ડે આ ફિલ્મમાં વપરાયેલા ચાર શબ્દો, ‘હિંદુ ઇન્ડિયા’, ‘ગુજરાત’, ‘હિંદુત્વ’ અને ‘કાઉ’ એટલેકે ગાય પર વાંધો ઉઠાવીને તેને મ્યૂટ કરવાનો હુકમ કર્યો.

આપણને પણ જાણવામાં રસ હોય જ કે ગુજરાત શબ્દ મ્યુટ કરવાનું સેન્સર બોર્ડે કેમ કહ્યું? અહીં ડોકયુમેન્ટરીમાં એક સ્થળે ખુદ અમર્ત્ય સેને ‘criminality of Gujarat’ એટલેકે ગુજરાતની ગુનાઇતતા જેવો શબ્દ ઇસ્તેમાલ કર્યો છે! કોઇપણ એક ઘટના માટે આખા રાજ્યને ગુનાઇત ન ચીતરી શકાય.

મજાની વાત એ છે કે આ જ સમય દરમિયાન મધુર ભંડારકરની ‘ઇન્દુ સરકાર’ જેને રિલીઝ અગાઉ જ કોંગ્રેસ વિરોધી ફિલ્મ ગણાવી દેવામાં આવી છે, તેમાં પણ સેન્સર બોર્ડે 14 કટ અને ડિસ્ક્લેમર મુકવાનો હુકમ કર્યો છે.

સુમન ઘોષ ધારે તો ફિલ્મને પહેલા રિવ્યુ કમિટીમાં અપીલ માટે મોકલી શકે છે અને ત્યાં પણ જો આ કટ્સ માન્ય રાખવામાં આવે તો ‘ઉડતા પંજાબ’ની જેમ તેઓ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે.

error: Content is protected !!