મોદી પેલેસ્ટાઇન કેમ ગયા ન હતા? નેતનયાહૂએ કરેલો ખુલાસો લીક

નવી દિલ્હી, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ પ્રવાસ સમયે પેલેસ્ટાઇન શા માટે ગયા નહોતા તે અંગેનો ખુલાસો હવે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ આપ્યો છે. યુરોપના પ્રવાસ સમયે ચેક ગણરાજ્ય, પોલેન્ડ અને સ્લોવાકિયાના નેતાઓ સાથે બંધ રૂમમાં બેઠક સમયે નેતન્યાહુનું વ્યક્તિગત માઈક બંધ નહોતું અને તેની વાતચીત તે રૂમની બહાર પણ સંભળાતી હતી. ઇઝરાયેલના વડાપ્રધાનનો સ્ટાફ તે માઈક બંધ કરાવે તે પહેલા જ પત્રકારોએ તે વાત નોંધી લીધી હતી.

બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો ઉલ્લેખ કરીને ભારત સાથે મજબૂત સંબધો હોવાનું જણાવી નેતન્યાહુ ફિલીસ્તીનની સરખામણીએ ઇઝરાયેલની પ્રતિષ્ઠા ગણાવે છે. ઇઝરાયેલના સમચારપત્રો મુજબ, ‘નેતન્યાહુએ બેઠકમાં હાજર નેતાઓને કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના લોકો માટે પાણી જોઈએ છે, હું કયાંથી લાવીશ? રામલ્લાહ(પેલેસ્ટાઇન) પાસેથી? નહીં.’

નેતન્યાહુએ ભારત અને ચીનનો ઉલ્લેખ કરી કહ્યું કે, બંને દેશ ઇઝરાયેલ સાથેના સંબંધમાં પેલેસ્ટાઇનના પરિબળ અંગે વિચારતા નથી. તેઓએ ભારત ચીન સિવાય અરબ દેશોની સાથે ઇઝરાયેલના સંબંધો વિષે પણ વાત કરી હતી. સાથે જ અમેરિકા સાથે ઇઝરાયેલના સંબધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ બાબતે ચર્ચા થયા બાદ ઇઝરાયેલ વડાપ્રધાન નેતન્યાહુનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. ઇઝરાયેલના એક મીડિયા દ્વારા આ વાતચીતનો ઓડિયો વર્જન પણ સંપાદિત કરવામાં આવ્યો છે.

પેલેસ્ટાઇનના પશ્ચિમી કિનારા પર આવેલું રામલ્લાહ એક મહત્વપૂર્ણ શહેર છે. જ્યાં ભારત સહીત તમામ દેશોના હાઈ કમીશન આવેલા છે. ઇઝરાયેલ પ્રવાસ પર જનારા વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષ પરંપરાગત રીતે અહિયાં રોકાણ કરે છે. રસપ્રદ વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ઇઝરાયેલ પ્રવાસ સમયે રામલ્લાહમાં રોકાયા નહોતા.

error: Content is protected !!