કોઇ જાહેર કાર્યક્રમ કેમ નહીં? શું કરી રહ્યા છે મોદી?

અંદર બહાર ગુજરાત

આચારસંહિતા લાગુ પડી ગઇ છે. વડાપ્રધાન મોદી હવે મે મહિનાના પછવાડા સુધી પૂરતા કેમ્પેઇનર મોદીના અવતારમાં રહેશે.

દરમિયાન પાછલા ચારેક દિવસથી નરેન્દ્રભાઇ મોદીનું કોઇ જાહેર વક્તવ્ય નથી થયું.

આનું કારણ એ છે કે આવનારી લોકસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવાથી માંડીને સભાઓના સ્થળ, તારીખ, પ્રચારની થીમ, આગવું શું કરવું તેની કવાયત, ઉમેદવાર પસંદગીને લગતા બ્રોડ પાસા વગરેની ચર્ચા ચાલી રહી છે.

ચૂંટણીનું શિડયૂલ બહાર પડે પછી ફેઝ વાઇઝ કયે કયે ઠેકાણે ચૂંટણી આવે છે અને તે અનુસાર સભાઓ કઇ રીતે ક્યાં કરવી, ક્યારે કરવી, વિશેષ કરીને નરેન્દ્રભાઇની સભાઓ ક્યાં કરવી તે નક્કી થઇ રહ્યું છે. ચૂંટણી અગાઉના રવિવારોનો મહત્તમ ફાયદો કઇ રીતે ઉઠાવવો અને રવિવારની રેલીઓ ક્યાં લઇ જવી, સાંજની રેલીમાં વિશેષ ભીડ ઉમડતી હોય છે તો સાંજની રેલીઓ ક્યાં ક્યાં કરવી, સૌથી મોટી રેલી સંભવતઃ ઉત્તર પ્રદેશમાં થઇ શકતી હોય છે તો તેવી કુંભ સમી રેલી ક્યારે અને ક્યાં કરવી, એબીસી અને ડી પ્રકારની સીટોના ગ્રેડેશન અનુસાર ક્યાં પ્રચાર પર વધુ ઝોક આપવો એ તમામ વિગતોની પ્રચારમાં ઉતરતા પહેલા ચર્ચા કરવી પડે છે અને સંલગ્ન આયોજન કરવું પડે છે.

પ્રચારનો પ્રારંભ, પ્રચારની થીમ, ચૂંટણી ઢંઢેરો, નાણાનું વ્યવસ્થાપન, ઉમેદવારની પસંદગી અંગેનો બૃહદ વ્યૂહ આવી અનેક બાબતો નક્કી થઇ રહી છે.

ચૂંટણી પ્રચારના કેટલાક તબક્કા હોય છે. વહેલું પીક થઇ જવું એટલેકે વહેલા જ લોકોનો ઉત્સાહ ચરમસીમા પર લઇ જવો એ ભૂલભરેલું નીવડે છે. ચૂંટણીના મુદ્દા પણ તબક્કાવાર ફેંકવાના હોય છે અને બાખૂબીથી રમવાના હોય છે. જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવે તેમ તેમ નેક્સટ ગીયર પાડીને નવા નવા મુદ્દા, કેચી-ન્યૂઝી વાક્યો અને સૂત્રો સાથે પ્રચાર વધુને વધુ આક્રમક બનાવતા જવાનું હોય છે. આ બધી વાતોમાં મોદીને કોણ પહોંચે? 1980થી તેઓ આ બધું વિવિધ સ્તરે કરતા આવ્યા છે.

વારુ, લોક કલ્યાણ માર્ગ પર ચાલતી લાંબી આંતરિક ચર્ચાઓ અને મંથન વચ્ચે જનનાયક મોદી જનતા સાથે સંપર્ક ગુમાવવા માંગતા નથી. તેથી જ તેમનું સોશ્યલ મિડિયા વધુ સક્રિય થયું છે. આપે જોયું જ હશે કે ગઇકાલે જાણીતા લોકોને પોતાની ટવીટસમાં ટેગ કરીને તેની રિટવીટ મેળવી, મોદી લાખો લાખો લોકો સુધી સોશ્યલ મિડિયા મારફતે પહોંચ્યા હતા. તે અગાઉ દાંડી કૂચ નિમિત્તે તેમનો બ્લોગ પબ્લીશ થયો હતો. આમ અપ્રત્યક્ષ કેમ્પેઇન ચાલુ જ છે.

Related Stories

error: Content is protected !!