સંસદમાં શિયાળુ સત્રનો પ્રારંભ, ટ્રીપલ તલાક સહિતના મુદ્દા પર થશે ચર્ચા

નવી દિલ્હી:આ વર્ષે સંસદના શિયાળુ સત્રને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે.  આ સાથે જ ગુજરાતમાં ચૂંટણી હોવાથી શાસક પક્ષ ભાજપ સંસદ સત્ર યોજવા માગતી નથી, તેવા કોંગ્રેસના આક્ષેપો વચ્ચે પણ શિયાળુ સત્રનો 15 ડિસેમ્બર શુક્રવારથી પ્રારંભ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે કરેલા આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈને પણ સંસદમાં દેકારો થાય તો નવાઈ નહીં.

પૂર્વ વડાપ્રધાના મનમોહન સિંહે ચૂંટણીમાં પાકિસ્તાનની વગનો ઉપયોગ કર્યો હોવાના વડાપ્રધાન મોદીએ કરેલા આક્ષેપ પર કોંગ્રેસ તેમને પાસે માફી માગવાનો અગ્રહ કરે, તેવી શક્યતા જોવાઈ રહી છે.

સંસદના શિયાળુ સત્રમાં 25 બાકી અને 14 નવા ખરડા પસાર થવાની સરકારને આશા છે. કોંગ્રેસના સભ્યોએ સંસદના સત્ર પહેલા મળેલી સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા સર્વ સમંતિ સાધવા સૌને કહ્યું હતું તે મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.  મુસ્લિમ મહિલાઓના ટ્રીપલ તલાકનો મુદ્દો ખાસ ધ્યાન ખેંચશે. સંસદીય બાબતોના મંત્રી અનંત કુમારે પત્રકારોને કહ્યું હતુ કે વિરોધ પક્ષોએ ઉઠાવેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા સરકાર તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે વિરોધ પક્ષોએ પણ સંસદને સુચારૂ રીતે ચાલવામાં મદદ કરવી જોઇએ. નોંધનીય છે કે, સત્રમાં મોદીએ કરેલી મનમોહનસિંહ અંગેનું નિવેદન,  અમિત શાહના પુત્ર જય શાહનો કેસ,  રાફેલ ડીલની ખરીદી બાબતે સ્પષ્ટતા,  ઈવીએમનો મુદ્દો,  ચૂંટણી દરમિયાન ચૂંટણીપંચનું વર્તન, ચૂંટણી દરમિયાન પાકિસ્તાનની દખલ, મણિશંકર ઐયરના ઘરે કથિત ખાનગી મિટીંગ,  ગુજરાત ચૂંટણીને લઈને પાછળ ધકેલાયેલું શિયાળુસત્ર અને રાજ્યસભામાં શરદ યાદવ અને અનવર અલીની સભ્યતાને લઈને પ્રશ્ન સહિતના મુદ્દા ઉઠશે.

15 ડિસેમ્બરથી  5 જાન્યુઆરી સુધી ચાલનાર આ સત્ર  22 દિવસોનું છે. જેમાં રજાને બાદ કરવામાં આવે તો સત્ર 14 દિવસો સુધી જ ચાલશે.

શિયાળુ સત્ર અંગે વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

error: Content is protected !!