ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે ભાવનગરથી 8000 કિલોમીટરની સાયકલ યાત્રા પર નીકળ્યા 8 ગૌપ્રેમી યુવાનો

ભાવનગર : અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા ભાવનગરથી 8000 કિમીની સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ સાઈકલ યાત્રામાં 8 ગૌપ્રેમી યુવાનો રાજ્યના તમામ જિલ્લામાં સાઈકલ લઈને ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ લઈને નિકળી રહ્યાં છે. આ યાત્રાનું મોરબીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જ મોરબી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે મોરબી જિલ્લા કલેકટર મારફત રાજ્યનાં મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદન પત્રમાં ગુજરાતના તમામ શહેરોમાંથી ગૌચર જમીનમાંથી દબાણો દૂર કરવામાં આવે, ગૌવંશને કતલખાને ધકેલવા, ગૌહત્યા અને ગૌવંશ પર ક્રુરતા સહિતના ગુનામાં આરોપીઓને સખત સજા થાય તેવી માંગણી કરવામા આવી છે. ગૌવંશને લઈને બનાવેલા કાયદાઓનું ચુસ્તપણે અમલ કરાવવો, રાજ્યમાં બિનવારસી ગૌવંશ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવે અને પાંજળાપોળની સ્થિતિમાં સુધાર કરવાની માંગ, રાજ્યમાંથી ગીર ગાય અને ગૌવંશને ગુજરાત બહાર મોકલવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરવામા આવી છે.

સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે, જીલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે, જે માત્ર કાગળ પર જ કાર્યરત છે. તે કમિટીની દર ત્રણ મહીને મીટિંગ રાખવામા આવે અને સરકાર નિષ્ઠાવાન ગૌરક્ષકોને આની જવાબદારી આપે.

error: Content is protected !!