વિશ્વ બેંકે મોદીની 5 નીતિઓની પ્રશંસા કરી

નવી દિલ્હી, દેશગુજરાત: વિશ્વ બેંક રિપોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓની પ્રશંસા કરવામાં આવી છે. વિશ્વ બેંકનું કહેવું છે કે, અગાઉ કોઈ દેશે આ પ્રકારનું પ્રદર્શન દર્શાવ્યું નથી.સૌથી ખાસ બાબત એ છે કે, મોદી જે નીતિઓ પર ધ્યાન કેન્દ્રીત કરે છે આજે તેના સંદર્ભમાં જ  ભારત દેશ વિશ્વની સામે તેની લોખંડી મજબૂતીનો અનુભવ કરી રહ્યો છે. વિશ્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં, ભારતે વ્યાપાર કરવાના મુદ્દાના આધારે (ઈઝ ઓફ ડૂઇંગ બીઝનેસ રેન્કિંગમાં) લાંબી છલાંગ લગાવી છે. ભારત હવે 100મા ક્રમાંકે પહોંચી ગયું છે, પાછલા વર્ષના 130 મા સ્થાન પરથી 30 પોઇન્ટની છલાંગ લગાવી છે.

ડીજીટલ ઇન્ડિયા

મોદી સરકારનું સંપૂર્ણ ધ્યાન ડિજિટલ અર્થતંત્રને મજબૂત બનાવવા પર છે. સરકારે વેપારીઓ પાસેથી ઓનલાઈન દરખાસ્તોની સાથે જ તેની સ્વીકૃતિ પણ ઓનલાઇન આપવાની વ્યવસ્થા અમલમાં મૂકી છે. સરકારની આ હિલચાલથી પણ વિશ્વ બેંક પર અસર થઈ છે. તેમણે ઇનફોર્સિંગ કોન્ટ્રાક્ટ્સના પરિમાણો પર ભારતને 172ના સ્થાન પર 164 નંબરનો ક્રમાંક આપ્યો છે.

સૌનો સાથ સૌનો વિકાસ

સૌનો સાથ સૌનો વિકાસના   મોદી સરકારના નારા રાજકારણથી પ્રરિત માનવામાં આવે છે. પરંતુ મોદી સરકારે તેને કોર્પોરેટ જગતમાં અમલમાં મૂકી દીધો છે. કોર્પોરેટ જગતમાં હંમેશા નાના રોકાણકારો પર સ્ધ્યાન આપવામાં આવતું નહોતું. પરંતુ વિશ્વ બેંકના રીપોર્ટમાં પ્રોતેક્ટિંગ માઈનોરીટી રોકાણકારોમાં ગયા વર્ષની 13 નીતિઓમાં સુધારો કરીને ભારત આ વખતે રેન્કિંગ 4 પર પહોંચી ગયો છે. તેનો અર્થ એ છે કે, દુનિયામાં ભારત ચોથો દેશ છે જ્યાં નાના રોકાણકારોનું સૌથી વધુ ધ્યાન રાખવામાં આવે છે.

નોકરી માંગવાની બદલે નોકરી આપવાવાળા બનો

છેલ્લાં લાંબા સમયથી, મોદીએ તેમના ભાષણોમાં વારંવાર કહ્યું છે કે, દેશમાં  નોકરીઓની શોધ કરવાને બદલે નોકરીદાતા બનો. આ વિશ્વ બેન્કની રેન્કિંગમાં તેમની આ બાબત પણ સાચી સાબિત થઇ છે. મુદ્રા યોજનાથી લઈને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી. જેમાં યુવાનોને યુવાનોને બિઝનેસ શરૂ કરવા માટે નાણાં આપવામાં આવ્યા છે. વિશ્વ બેન્કના ગેટિંગ ક્રેડિટ રેંકિંગમાં ભારતનું સ્થાન 44 થી 29 પર પહોંચ્યું છે.

એનપીએ પર સરકારનું ચોક્કસ પગલું

વર્લ્ડ બેંકે રીપોર્ટમાં ભારત સરકાર એનપીએને કેવી રીતે સંભાળે છે તેની પ્રશંસા કરી છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ઇન્સોલ્વેંસી અને બેંકરપ્સી કોડના માધ્યમ દ્વારા બેંકોની ખરાબ(નાદારી) લોન્સને પાછી સિસ્ટમમાં લાવવા માટે સરકાર મહત્વપૂર્ણ કાર્ય છે. વિશ્વ બેંકની રેન્કિંગમાં રીઝોલ્વિંગ ઇન્સોલ્વેંસીમાં ભારતની સ્થિતિ નાદારીની સ્થિતિ, ભારતની પદ 136ના ક્રમાંકે હતી તેમાં સુધારા સાથે 103 થઈ ગઈ છે.

જીએસટી અંગે થઇ પ્રશંસા

મોદીનું હંમેશા ટેક્સને સરળ કરવા પર દબાણ રહ્યું છે. તેથી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) જેવા મોટા ટેક્સનો સુધારો લાગુ કર્યા પછી ટેક્સ ચુકવવા અંગે ભારતનો ક્રમાંક 172 પરથી સુધારા સાથે સીધો 119માં ક્રમાંકે પહોંચી ગયો છે.

error: Content is protected !!