યોગી આદિત્યનાથ આગામી સપ્તાહે ગુજરાત ભાજપના કેમ્પેઈનમાં ભાગ લેશે

સુરત, દેશગુજરાત: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને શાસક પક્ષ ભાજપના નેતા યોગી આદિત્યનાથ આગામી સપ્તાહે ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે.

મળતી માહિતી પ્રમાણે, યોગી તારીખ 13,14 અને 15 ઓક્ટોબરે (શુક્રવાર, શનિવાર અને રવિવાર) ગુજરાતની મુલાકાતે આવશે. જે દરમિયાન તેઓ સુરત, સચિન, વલસાડ વગેરે વિસ્તારોમાં જાહેર સભાઓને સંબોધશે, જ્યાં મૂળ ઉત્તર પ્રદેશના લોકોની વિશાળ વસ્તી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ આ યોગીની પહેલી ગુજરાત મુલાકાત હશે.

યોગીની જાહેર સભાઓ ગુજરાત ભાજપની ‘ગૌરવ યાત્રા’ નો ભાગ હશે. આ યાત્રા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળ યોજાઈ રહી છે. ગૌરવ યાત્રા – 2માં  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પ્રદેશોનો સમાવેશ થાય છે.

ભાજપ ગૌરવ યાત્રાની જાહેર સભાઓ માટે પોતાના રાષ્ટ્રીય નેતાઓને બોલાવી રહ્યું છે.

ગૌરવ યાત્રાની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે મધ્ય ગુજરાતમાં ગૌરવ યાત્રાની કેટલીક જાહેર સભામાં સંબોધન કર્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે આ મહિને કોઈપણ સમયે જાહેરાત થવાની શક્યતા છે. સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન મોટે ભાગે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાશે.

Related Stories

error: Content is protected !!