‘હાર્દિક પટેલ એન્ડ ગેંગ’ યુટ્યૂબ ચેનલે અપલોડ કર્યા વધુ 9 વિડીયો

અમદાવાદ, દેશગુજરાત: વિવાદાસ્પદ યુટ્યૂબ ચેનલ ‘હાર્દિક પટેલ એન્ડ ગેંગ’ (Hardik Patel & Gang’) દ્વારા અપલોડ કરાયેલા તાજેતરના  વીડિયોમાં હાર્દિકના કાકા વિપુલ પટેલના પુત્ર રવિ પટેલ હોવાનો દાવો કરાયો છે. વિડીયો અંગે દાવો કરતા યુટ્યૂબ ચેનલ દ્વારા લખાયું છે કે, વિડીયોનું ઘર તે જ છે જેમાં હાર્દિકે અગાઉ અન્ય સ્ત્રીઓ સાથે અંગત પળો માણતો નજરે પડ્યો હતો. આ પ્રવૃત્તિ માટેનું આ મકાન અમદાવાદમાં આવેલું છે.

પાટીદાર અનામત અંદોલન સમિતિ (પાસ)ના ભાવનગરના કન્વીનર નીતિન ઘેલાણી પણ વિડીયોમાં હોવાનો વિડીયો અંગેના લખાણમાં દાવો કરાયો છે. પાસના ટંકારાના કન્વીનર પ્રકાશ ટંકારાનો પણ વિડીયો હોવાનો દાવો કરાયો છે. અધિકૃતતા માટે કોઈ પણ વિડિઓની ચકાસણી કરવામાં આવી નથી. નગ્નતા દર્શાવતા એક વિડીયોને બાદ કરતા બાકીના વિડીયો અહીં એમ્બેડ કરવામાં આવ્યા છે.

error: Content is protected !!