મિડિયા વોચઃ ડીએનએ અમદાવાદ અખબારનું કામકાજ હવે ભાસ્કર ગ્રુપના સ્થાને ઝી ગ્રુપ સંભાળશે

અમદાવાદ, દેશગુજરાતઃ ભાસ્કર ગ્રુપની કંપની ડીબી કોર્પે જયપુરમાં અને અમદાવાદમાં ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલીસીસ(ડીએનએ) અખબારનું પ્રકાશન બંધ કર્યું છે. ડીબી કોર્પનો ડીલીજન્ટ મિડિયા કોર્પોરેશન(ડીએમસીએલ) સાથે લાયસન્સ એગ્રીમેન્ટ હતો જે અનુસાર ડીબી કોર્પને અમદાવાદ અને જયપુરમાં ડીએનએ અખબારના પ્રકાશનનો અધિકાર આપવામાં આવ્યો હતો. બેઉ કંપનીઓેએ હવે પરસ્પર સહમતિાથી આ કરાર રદ કર્યો છે અને 15 જૂનથી અમદાવાદ અને જયપુરના ડીએનએ અખબારનું તમામ કામ ઝી ગ્રુપે ટેકઓવર કરી લીધું છે. ઝી ગ્રુપની પ્રાદેશિક ટીવી ચેનલો અને ડીએનએ અખબારનું કામ જોતા જગદીશ ચંદ્ર કે જે અગાઉ ઇટીવી ચેનલો સાથે જોડાયેલા હતા તેમણે અમદાવાદના એસજી હાઇવે સ્થિત ભાસ્કર હાઉસમાં ડીએનએની ઓફિસની મુલાકાત લઇ ઝી ગ્રુપ વતી ડીએનએનો હવાલો લીધો હતો. ઝી ગ્રુપ અમદાવાદના ડીએનએ અખબાર ઉપરાંત ટૂંક સમયમાં ગુજરાતી સમાચાર ચેનલ ઝી ચોવીસ કલાક સાથે પણ પ્રવેશી રહ્યું છે.

error: Content is protected !!